બ્રેકીંગ ન્યૂઝ

અનલૉક 1 / સુપ્રીમમાં જુલાઇથી કોર્ટરૂમમાં સુનાવણી મામલે CJIને પત્ર

અનલૉક 1 / સુપ્રીમમાં જુલાઇથી કોર્ટરૂમમાં સુનાવણી મામલે CJIને પત્ર


  • કોરોના મહામારીના કારણે હાલ સુપ્રીમકોર્ટ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કરી રહી છે

દિવ્ય ભાસ્કર

Jun 03, 2020, 05:16 AM IST

નવી દિલ્હી. કોરોના મહામારી વચ્ચે વકીલોએ સુપ્રીમકોર્ટમાં જુલાઇથી રાબેતા મુજબ કોર્ટરૂમમાં જ સુનાવણી શરૂ કરવા ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેને પત્ર લખ્યો છે. 
95% વકીલો વર્ચ્યુઅલ કોર્ટમાં સુનાવણીથી અસહજ
સુપ્રીમકોર્ટ એડવોકેટ ઓન રેકોર્ડ એસો.ના અધ્યક્ષ શિવાજી જાધવે ચીફ જસ્ટિસને અનુરોધ કર્યો છે કે ઉનાળાની રજાઓ બાદ જુલાઇથી કોર્ટરૂમ ફરી ખોલીને રાબેતા મુજબ જ સુનાવણી કરવામાં આવે, કેમ કે 95% વકીલો વર્ચ્યુઅલ કોર્ટમાં સુનાવણીથી અસહજ છે, કેમ કે તેઓ કમ્પ્યૂટરનો આ રીતે ઉપયોગ કરવા ટેવાયેલા નથી.  એસોસિયેશનનું કહેવું છે કે કોર્ટરૂમમાં સુનાવણી ભારતીય ન્યાય વ્યવસ્થાની કરોડરજ્જુ છે. વર્ચ્યુઅલ સુનાવણી તેનું સ્થાન ન લઇ શકે. 

CATEGORIES
TAGS