બ્રેકીંગ ન્યૂઝ

ઐતિહાસિક નિર્ણય / હવે 1 જુલાઈથી MSME માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન થશે, નોંધણી માટે કોઈ પણ દસ્તાવેજોની જરૂર નહિ પડે

ઐતિહાસિક નિર્ણય / હવે 1 જુલાઈથી MSME માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન થશે, નોંધણી માટે કોઈ પણ દસ્તાવેજોની જરૂર નહિ પડે


  • મંત્રાલયે MSMEના ક્લાસિફિકેશન અને રજીસ્ટ્રેશન માટે સંયુક્ત જાહેરનામું બહાર પાડ્યું
  • આધાર દ્વારા નોંધણી પણ કરાવી શકાશે, પાન-GSTIN નંબરના આધારે વેરીફીકેશન થશે

દિવ્ય ભાસ્કર

Jun 27, 2020, 05:04 PM IST

નવી દિલ્હી. કેન્દ્ર સરકારે દેશમાં નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે એક મોટું પગલું ભર્યું છે. આ અંતર્ગત, માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ ઉદ્યોગોના મંત્રાલયે MSMEના ક્લાસિફિકેશન અને રજીસ્ટ્રેશન માટે સંયુક્ત જાહેરનામું બહાર પાડ્યું છે. આ સૂચના મુજબ હવે દેશભરના MSMEને ‘ઉદ્યમ’ (એન્ટરપ્રાઈઝ) તરીકે ઓળખવામાં આવશે. એટલું જ નહીં, હવે MSMEની નોંધણી માટે કોઈ દસ્તાવેજોની જરૂર રહેશે નહીં. ફક્ત સેલ્ફ ડિક્લેરેશનને આધારે ઓનલાઇન નોંધણી કરવામાં આવશે. નોંધણી સમયે કોઈ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાની જરૂર રહેશે નહીં. આ નવા નિયમો 1 જુલાઇથી અમલમાં આવશે.

નોંધણીની નવી સિસ્ટમ એકદમ સરળ છે: ગડકરી
નવી માર્ગદર્શિકા શરૂ કરતાં MSME મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે ક્લાસિફિકેશન, રજીસ્ટ્રેશન અને ફેસિલિટેશનની નવી સિસ્ટમ એકદમ સરળ છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની દિશામાં આ એક ખૂબ જ ક્રાંતિકારી પગલું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ પગલાઓથી સ્પષ્ટ છે કે મંત્રાલય કટોકટીના સમયમાં પડકારોનો સામનો કરી રહેલા MSMEs સાથે મક્કમપણે ઉભું છે. તેમણે કહ્યું કે MSMEના ક્લાસિફિકેશન અને રજીસ્ટ્રેશનનું આ નવું નોટિફિકેશન તમામ જુના નોટિફિકેશનને રદ કરશે. હવે એન્ટરપ્રેન્યોર, એન્ટરપ્રાઇઝ અને MSMEએ નવી સૂચના મુજબ ક્લાસિફિકેશન અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરવાની રહેશે.

1 જૂને ક્લાસિફિકેશનના નવા માપદંડ બહાર પડ્યા હતા
MSME મંત્રાલયે રોકાણ અને ટર્નઓવર પર આધારિત MSMEના ક્લાસિફિકેશન માટે 1 જૂને નવા ધોરણો બહાર પાડ્યા હતા. અધિકારીઓ કહે છે કે એન્ટરપ્રાઇઝ નોંધણીની પ્રક્રિયા આવકવેરા અને GSTની સિસ્ટમ સાથે સંકલિત છે. નોંધણી સમયે આપેલી માહિતી પાન નંબર અથવા GSTN દ્વારા ચકાસી શકાય છે. નોટિફિકેશન મુજબ, એક એંટરપ્રાઇઝ પણ આધાર નંબરથી નોંધણી કરાવી શકાશે. અન્ય માહિતી સેલ્ફ ડિક્લેરેશનને આધારે આપી શકાય છે.

CATEGORIES
TAGS