બ્રેકીંગ ન્યૂઝ

કર્ણાટક / લોનનાં બાકી રહેલા 3 રૂપિયા 46 પૈસા ચૂકવવા ખેડૂત 15 કિમી સુધી ચાલી બેન્ક ગયો

કર્ણાટક / લોનનાં બાકી રહેલા 3 રૂપિયા 46 પૈસા ચૂકવવા ખેડૂત 15 કિમી સુધી ચાલી બેન્ક ગયો


દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 09:33 AM IST

નિટ્ટુર. લોકડાઉન દરમિયાન કર્ણાટકના એક ખેડૂતને બેન્કમાંથી ફોન આવ્યો કે તેને લોનના બાકી રહેલા રૂપિયા ચૂકવવાના છે. ખેડૂત પાસે કોઈ વાહન નહોતું તે આશરે 15 કિમી સુધી ચાલીને બેન્ક પહોચ્યો. માત્ર ૩ રૂપિયા 46 પૈસા ચૂકવવા માટે બેન્કે તેને તાત્કાલિક બોલાવ્યો હતો. 

આ ઘટના નિટ્ટુર ગામની છે. લક્ષ્મીનારાયણને કેનરા બેન્કની બ્રાંચમાંથી ફોન આવ્યો હતો. લક્ષ્મીનારાયણ શિમોગી જીલ્લાના નિટ્ટુર ગામથી બેન્ક સુધી ચાલતા ગયો, કારણકે તેને કોઈ વાહન ના મળ્યું. લક્ષ્મીનારાયણે થોડા મહિના પહેલાં 35 હજાર રૂપિયાની લોન લીધી હતી. તેમાંથી 32 હજાર રૂપિયા તો સરકારે માફ કરાવી દીધા હતા અને બાકીના 3000 રૂપિયા બેન્કને આપી દીધા હતા. તેમ છતાં થોડા દિવસ પહેલાં બેન્કમાંથી ફોન આવ્યો અને લોનના રૂપિયા ભરવાના કહ્યું. રૂપિયાની ચિંતા કરીને લક્ષ્મીનારાયણ બેન્કે પહોંચ્યો અને તેને ખબર પડી કે તેને માત્ર 3 રૂપિયા અને 46 પૈસા જ આપવાના બાકી હતા. 

લક્ષ્મીનારાયણે મીડિયાને કહ્યું કે, બેન્કવાળાએ મને તાત્કાલિક આવવાનું કહ્યું તો હું ડરી ગયો. લોકડાઉનના લીધે કોઈ વાહન મળતું નહોતું. મારી પાસે સાઇકલ પણ નથી. હું પગપાળા જ બેન્ક સુધી પહોંચ્યો અને બાકીના પૈસા ક્લિયર કર્યા. બેન્કે જે મારી સાથે કર્યું તેનાથી મને દુઃખ થયું છે. 

આ સમાચાર સામે આવતા બેન્કના મેનેજર એલ. પીંગાએ દાવો કર્યો કે, ઓડિટ માટે અને લક્ષ્મીનારાયણની લોન રિન્યૂ કરવા માટે તેને બેન્કમાં બોલાવ્યો હતો કારણકે તેમાં તેની સહીની જરૂર હતી. 3 રૂપિયા અને 46 પૈસા ક્લિયર ના થાય ત્યાં સુધી લોન રિન્યૂ ના થાય. 

CATEGORIES
TAGS