બ્રેકીંગ ન્યૂઝ

કોરોના ઈન્ડિયા LIVE / ઉતરપ્રદેશના કેબિનેટ મંત્રી કમલ રાનીનું કોરોનાથી મોત, CM યોગીએ અયોધ્યાની મુલાકાત રદ કરી; દેશમાં 17.53 લાખ કેસ

કોરોના ઈન્ડિયા LIVE / ઉતરપ્રદેશના કેબિનેટ મંત્રી કમલ રાનીનું કોરોનાથી મોત, CM યોગીએ અયોધ્યાની મુલાકાત રદ કરી; દેશમાં 17.53 લાખ કેસ


  • ત્રણ દિવસમાં 54000થી વધુ સંક્રમિતો વધ્યા, રેકોર્ડ 51,232 દર્દીઓ સાજા થયા, 852ના મોત
  • દેશમાં અત્યાર સુધીમાં 37,403 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 15,316ના મોત
  • શનિવારે સૌથી વધુ 9,601 કેસ મહારાષ્ટ્રમાં અને 9,276 કેસ આંધ્રપ્રદેશમાં આવ્યા

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 11:31 AM IST

નવી દિલ્હી. ઉતર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કમલ રાનીનું રવિવારે કોરોના સંક્રમણથી મોત થયું છે. 18 જુલાઈએ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારથી લખનઉના પીજીઆઈમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમના મોત બાદ મુખ્યમંત્રી આદિત્યાનાથે તેમની અયોધ્યાની મુલાકાત રદ કરી છે.

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 17 લાખ 51 હજાર 919 થઈ છે. આંકડો સતત 3 દિવસથી 54 હજારથી વધુ વધી રહ્યો છે. શનિવારે 54 હજાર 865 કેસ આવ્યા છે. રાહતના સમાચાર એ છે કે 51 હજાર 232 દર્દીઓ સાજા પણ થયા છે. 852 લોકોના મોત થયા છે. સંક્રમણના મામલામાં ટોપ-3 રાજ્યોની વાત કરવામાં આવે તો અહીં છેલ્લા 24 કલાકમાં જેટલા નવા દર્દીઓ વધ્યા છે તેના કરતા વધુ દર્દીઓ સાજા થયા છે.

5 રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ રાજ્યમાં 24 કલાકમાં 808 સંક્રમિતો વધ્યા છે. આ સતત ચોથો દિવસ હતો જ્યારે 800થી વધુ કેસ આવ્યા છે. સૌથી વધુ ભોપાલમાં 168 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જબલપુરમાં 125 અને ઈન્દોરમાં 120 નવા કેસ મળ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 32,614 કેસ પ્રકાશમાં આવ્યા છે.

રાજસ્થાનઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,160 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. 823 લોકો સાજા થયા છે. 14 દર્દીઓના મોત થયા છે. તેમાં જયપુરમાં 7, નાગૌર અને ભીલવાડામાં 2-2, કોટા, પાલી અને જોધપુરમાં 1-1 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 694 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 207 કેસ અલવરમાં આવ્યા છે. જોધપુરમાં 163, જયપુરમાં 129, કોટામાં 127, ભરતપુરમાં 64, ધૌલપુરમાં 60, બાડમેરમાં 59 દર્દીઓ મળ્યા છે. બીકાનેરમાં 48, જાલોર અને ભીલવાડામાં 47-47, અજમેરમાં 32, ગંગાનગરમાં 27 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ ઝાલાવાડમાં 18, નાગૌરમાં 16, હનુમાનગઢમાં 15, દૌસામાં 15, બૂંદીમાં 15, ચિત્તોડગઢમાં 14, સવાઈ માધોપુર, રાજસમંદ અને બાંસવાડામાં 11-11 નવા દર્દીઓ મળ્યા. જેસલમેરમાં 8, ઝુંઝુનૂંમાં 8, ટોંકમાં 5, ચુરુમાં 2, બારાંમાં 1 કેસ વધ્યો છે.

મહારાષ્ટ્રઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 9,601 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં 4.31 લાખ કેસ આવ્યા છે. તેમાંથી 2 લાખ 66 હજાર 883 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. 1 લાખ 49 હજાર 214ની સારવાર ચાલી રહી છે. 15 હજાર 316 લોકોના મોત થયા છે. પુનાના મેયર મુરલીધર મોહોલે કહ્યું છે કે શહેરમાં શંકાસ્પદ રીતે કોવિડ-19થી થયેલા ઓછામાં ઓછા 400 મોતનો કોઈ હિસાબ નથી. આ મોત સસૂન જનરલ હોસ્પિટલ અને શહેરની ખાનગી હોસ્પિટલોમાં થયા છે.

બિહારઃ બિહાર સ્વાસ્થ્ય વિભાગના સેક્રેટરી લોકેશ કુમાર સિંહે જણાવ્યું કે સરકારે તમામ જિલ્લાઓમાં ટોલ ફ્રી નંબર ઈસ્યુ કરવાનો નિર્ણય કર્યો છે. દરેક જિલ્લામાં એક ટોલ ફ્રી નંબર હશે, જેમાં 10 હંટિંગ લાઈન હશે. તેની પર ડોક્ટર અને ટેલીફોન ઓપરેટર 24 કલાક ઉપલબ્ધ રહેશે. અહીં ફોન કરીને ડોક્ટરોની સલાહ લઈ શકાય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3,521 નવા કેસ મળ્યા છે. અહીં અત્યાર સુધીમાં 54 હજાર 508 કેસ આવી ચુક્યા છે. તેમાંથી 35 હજાર 473 લોકો સાજા થયા છે. જ્યારે 312 દર્દીઓના મોત થયા છે. 18 હજાર 722 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

ઉતરપ્રદેશઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 3,807 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. 47 લોકોના મોત થયા છે અને 2471 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 89 હજાર 48 કેસ પ્રકાશમાં આવ્યા છે. 1677 લોકોના મોત થયા છે, 36 હજાર 37 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે 51 હજાર 354 લોકો સાજા થઈ ચૂક્યા છે.

CATEGORIES
TAGS