બ્રેકીંગ ન્યૂઝ

કોરોના વર્લ્ડ LIVE / ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું- 140 વર્ષમાં અમે આવી મહામારી નથી જોઇ, વિશ્વમાં સંક્રમણના લીધે 5 લાખથી વધુ મોત

કોરોના વર્લ્ડ LIVE / ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું- 140 વર્ષમાં અમે આવી મહામારી નથી જોઇ, વિશ્વમાં સંક્રમણના લીધે 5 લાખથી વધુ મોત


  • અમેરિકામાં સંક્રમણના મામલા 26 લાખથી વધુ, અહીં અત્યાર સુધીમાં 1 લાખ 28 હજાર 437 લોકોના મોત
  • વિશ્વમાં અત્યાર સુધીમાં 55 લાખ લોકો સ્વસ્થ થયા, અમેરિકામાં 10 લાખથી વધુ દર્દીઓ સાજા થયા છે

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 06:38 PM IST

વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 કરોડ 2 લાખ 42 હજાર 932 થઇ ગઇ છે. તેમાંથી 55 લાખ 53 હજાર 107 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. કોરોનાના લીધે અત્યારસુધી 5 લાખ 4 હજાર 366 લોકોના મોત થયા છે. ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ મહામારી અને અમેરિકાના પ્રતિબંધો અંગે રવિવારે કહ્યું કે દેશના ઈતિહાસમાં આ સૌથી ખરાબ વર્ષ છે. 140 વર્ષમાં આવી મહામારી ક્યારેય જોઇ નથી. ઈરાનમાં 2.20 લાખથી વધુ લોકો સંક્રમિત છે જ્યારે 10 હજારથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. 

ચીને બીજિંગની નજીકના વિસ્તારમાં લોકડાઉન કર્યું છે. અહીં લગભગ ચાર લાખ લોકો નજરકેદ છે. સંક્રમણની બીજી લહેર આવ્યા બાદ સરકારે આ પગલું ઉઠાવ્યું છે. 15 દિવસમાં અહીં 311 દર્દીઓ મળ્યા છે. બીજી તરફ યુએઈ જનરલ સિવિલ એવિએશન ઓથોરિટીએ પાકિસ્તાનમાંથી આવનારી તમામ ફલાઈટ્સ સસ્પેન્ડ કરી દીધી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા મુજબ, 24 કલાકમાં સંક્રમણના 1 લાખ 89 હજાર 077 કેસ મળ્યા છે. જ્યારે 4612 લોકોના મોત થયા છે. શનિવારે 1 લાખ 79 હજાર 316 દર્દીઓ મળ્યા હતા.

10 દેશ જ્યાં કોરોનાની અસર સૌથી વધુ

દેશ કેટલા સંક્રમિત કેટલા મોત કેટલા સાજા થયા
અમેરિકા 26,37,077 1,28,437 10,93,456
બ્રાઝીલ 13,45,254 57,658 7,33,848
રશિયા 6,34,437 9,073 3,99,087
ભારત 5,49,197 16,487 321,774
બ્રિટન 3,11,151 43,550 ઉપલબ્ધ નથી
સ્પેન 2,95,850 28,343 ઉપલબ્ધ નથી
પેરુ 2,79,419 9,317 1,64,024
ચિલી 2,71,982 5,509  2,32,210
ઈટાલી 2,40,310 34,738 1,88,891
ઈરાન 2,22,669 10,508 1,83,310

* આ આંકડાઓ https://www.worldometers.info/coronavirus/માંથી લેવામાં આવ્યા છે.
કેલિફોર્નિયામાં બાર બંધ કરવાનો આદેશ
કેલિફોર્નિયાના ગવર્નર ગૈવિન ન્યુસોમે રવિવારે લોસ એન્જલ્સ સહિત સાત શહેરોમાં તમામ બાર બંધ કરવાના આદેશ આપ્યા છે. એક મહિના પહેલા જ રાજ્યોને બીજી વખત ખોલવાનું શરૂ કર્યું હતું. ટેક્સાસ અને ફલોરિડામાં પણ બાર અને રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવ્યા છે. ગવર્નરે કહ્યું કે લોકોએ વાઈરસને લઈને સતર્ક રહેવું જોેઈએ. તે હાલ પણ રાજ્યમાં ફેલાઈ રહ્યો છે. કેટલાક હિસ્સાઓમાં કેસ વધ્યા છે.

બ્રિટન: પાકિસ્તાની ડોક્ટરનું લાઈસન્સ સસ્પેન્ડ
જિયો ન્યુઝના જણાવ્યા મુજબ બ્રિટનના જનરલ મેડિકલ કાઉન્સિલે(GMC) એક પાકિસ્તાની મૂળના ડોક્ટર ઈકબાલ આદિલનું મેડિકલ પ્રેક્ટિસ લાઈસન્સ સસ્પેન્ડ કર્યું છે. ડોક્ટર પર એવો આરોપ છે કે તેમણે મહામારીને લઈને ખોટી માહિતી ફેલાવી છે. તેમણે દાવો કર્યો હતો કે કોરોના વિશ્વને નિયંત્રિત કરવાનું ષડયંત્ર છે. અહીં સંક્રમણના કેસ 3 લાખ 11 હજારથી વધુ થઈ ગયા છે. જ્યારે 43 હજાર 550 લોકોએ જીવ ગુમાવ્યો છે.

CATEGORIES
TAGS