બ્રેકીંગ ન્યૂઝ

ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ / ટિકટોક ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરથી ડિલીટ; ટિકટોક ઈન્ડિયાનો ખુલાસો- કોઈ દેશ સાથે ડેટા શેર નથી કર્યા

ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ / ટિકટોક ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરથી ડિલીટ; ટિકટોક ઈન્ડિયાનો ખુલાસો- કોઈ દેશ સાથે ડેટા શેર નથી કર્યા


 • સરકારે કહ્યું- ચીનની આ એપ્સથી દેશની સુરક્ષા અને એકતા માટે ખતરો છે
 • એપના ઉપયોગથી લોકોની પ્રાઇવેસી પર ખતરો, ઘણી ફરિયાદો મળી હતી- સરકાર

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 12:43 PM IST

નવી દિલ્હી. કેન્દ્ર સરકારે સોમવારે 59 ચાઇનિઝ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ એપ્સની યાદીમાં ટિક ટોક અને યુસી બ્રાઉઝર પણ સામેલ છે. સરકારે આદેશમાં કહ્યું કે અમે એ 59 એપ પર પ્રતિબંધ લગાવ્યો છે જે ભારતની એકતા અને સુરક્ષા માટે ખતરો છે. આ વિશે ટિક ટોક ઈન્ડિયાએ કહ્યું છે કે, અમે ભારતીય કાયદાનું પાલન કરીશું. આ દરમિયાન ન્યૂઝ એજન્સી એએનઆઈએ જણાવ્યું કે, એપલના એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ટિકટોક હટાવી દેવામાં આવ્યું છે.

બીજી બાજુ ટિક ટોક ઈન્ડિયાના સીઈઓ નિખિલ ગાંધીએ કહ્યું કે, અમને અમારો પક્ષ રજૂ કરવા માટે બોલાવ્યા છે. અમે ભારતીય કાયદા અંતર્ગત ડેટા પ્રાઈવેસી અને સુરક્ષાના નિયમોનું પાલન કરી રહ્યા છીએ. અમે ચીન સહિત કોઈ પણ વિદેશી સરકાર સાથે ભારતીય યુઝર્સના ડેટા શેર નથી કર્યા. જો ભવિષ્યમાં પણ અમને આ વિશે કહેવામાં આવશે તો અમે એવું નહીં કરીએ. અમે યુઝર્સની પ્રાઈવેસી સમજીએ છીએ.

ગાંધીએ કહ્યું- ટિકટોક 14 ભાષાઓમાં છે
નિખિલ ગાંધીએ જણાવ્યું કે, સરકારે અમને જવાબ અને અમારો પક્ષ રજૂ કરવા માટે અમને બોલાવ્યા છે. ટિકટોક 14 ભાષાઓમાં છે. તેમાં લાખો આર્ટિસ્ટ, શિક્ષકો અને પરફોર્મર્સ જોડાયેલા છે. ઘણાં લોકો તેની સાથે જોડાયેલા છે. ટિકટોકના કારણે ઘણાં લોકોએ પહેલીવાર ઈન્ટરનેટનો ઉપયોગ શરૂ કર્યો છે. 

આઇટી એક્ટના રૂલ 69એ અંતર્ગત માહિતી અને પ્રસારણ મંત્રાલયે અલગ અલગ ખતરાને ધ્યાનમાં રાખીને  59 એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ નિર્ણય અંગે શેરચેટના પબ્લિક પોલિસી ડિરેક્ટર બેરગેસ માલુ એ જણાવ્યું કે, પ્રાઈવસી, સાયબર સિક્યુરિટી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમો ધરાવતા પ્લેટફોર્મ સામે સરકારનું આવકાર્ય પગલું છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે તેમનું સમર્થન ચાલુ રાખશે.

સરકારે ચીની એપ્સ પર પ્રતિબંધ માટે 7 કારણ આપ્યા, 7 વખત 7 વખત સમ્પ્રભૂતા અને એકતાનો ઉલ્લેખ

 • સરકારે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 69એ હેઠળ આ ચીની એપ્સને પ્રતિબંધિત કરી છે. સરકારના જણાવ્યા પ્રમાણે આ એપ્સ જે પ્રવૃત્તિઓમાં સામેલ છે તે ભારતની સુરક્ષા, સમ્પ્રભૂતા અને એકતા માટે જોખમી છે.
 • કેટલાક દિવસથી 130 કરોડ ભારતીયોની પ્રાઈવેસી અને ડેટાની સુરક્ષાને લઈ ચિંતા જાહેર કરવામાં આવી હતી તેમા કહેવામાં આવ્યું હતું કે આ એપ્સથી સમ્પ્રભૂતા અને એકતા માટે ખતરો છે.
 • માહિતી અને પ્રસારણ મંત્રાલયને મળેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે એન્ડ્રોઈડ અને આઈઓએસ પ્લેટફોર્મ પર કેટલીક મોબાઈલ એપુ્સનો ખોટો ઉપયોગ કરવામાં આવે છે. તે એપ્સ છાનામાના અને ગેરકાયદેસર રીતે યુઝરના ડેટાની ચોરી કરી ભારતની બહાર સર્વર પર મોકલે છે.
 • ભારતની સુરક્ષા અને ડિફેન્સ માટે આ પ્રકારના જમા કરવમાં આવેલ ડેટા દુશ્મન પાસે પહોંચી જવા તે ચિંતાની વાત છે. તે ભારતની એકતા અને સમ્પ્રભૂતા માટે જોખમ છે. તે ખૂબ જ ચિંતાનો વિષય છે અને તેમા તાત્કાલિક પગલાં ભરવાની જરૂર હતી.
 • ઈન્ડિયન સાઈબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર, ગૃહ મંત્રાલયને પણ આ પ્રકારના એપ્સને તાત્કાલિક પ્રતિબંધ મુકવા ભલામણ મોકલવામાં આવી હતી. કેટલીક એપ્સ અન ેતેના ખોટા ઉપયોગને લઈ લોકોએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. કોમ્પ્યુટર ઈમર્જન્સિ રિસ્પોન્સ ટીમને પણ ડેટા ચોરી અને પ્રાઈવેસીને લઈ જોખમ હોવાની ફરિયાદ કરી હતી.
 • સંસદની બહાર અને અંદર પણ આ પ્રકારની એપ્સને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ભારતની પ્રજા પણ સતત આ એપ્સની વિરુદ્ધ પગલાં ભરવા માંગ કરતી હતી. કારણ કે તે દેશની સમ્પ્રભૂતા અને નાગરિકોની પ્રાઈવેસીને જોખમ છે.
 • આ તમામ ફરિયાદો અને વિશ્વસનીય માહિતીને આધારે અમને માલુમ પડ્યું છે કે એપ્સ દેશની એકતા અને સમ્પ્રભૂતા માટે ખતરો છે. સરકારે નિર્ણય કર્યો છે કે આ એપ્સને મોબાઈલ અને ઈન્ટરનેટથી ચલાવતા ઉપકરણ પર ઉપયોગ કરવો પ્રતિબંધ રહેશે. ઈન્ડિયન સાઈબરસ્પેસની સુરક્ષા અને સમ્પ્રભૂતા માટે આ નિર્ણય કરાયો છે.

 

આ એપ પર પ્રતિબંધ લાગ્યો

 •     TikTok
 •     Shareit
 •     Kwai
 •     UC Browser
 •     Baidu map
 •     Shein
 •     Clash of Kings
 •     DU battery saver
 •     Helo
 •     Likee
 •     YouCam makeup
 •     Mi Community
 •     CM Browers
 •     Virus Cleaner
 •     APUS Browser
 •     ROMWE
 •     Club Factory
 •     Newsdog
 •     Beutry Plus
 •     WeChat
 •     UC News
 •     QQ Mail
 •     Weibo
 •     Xender
 •     QQ Music
 •     QQ Newsfeed
 •     Bigo Live
 •     SelfieCity
 •     Mail Master
 •     Parallel Space
 •     Mi Video Call – Xiaomi
 •     WeSync
 •     ES File Explorer
 •     Viva Video – QU Video Inc
 •     Meitu
 •     Vigo Video
 •     New Video Status
 •     DU Recorder
 •     Vault- Hide
 •     Cache Cleaner DU App studio
 •     DU Cleaner
 •     DU Browser
 •     Hago Play With New Friends
 •     Cam Scanner
 •     Clean Master – Cheetah Mobile
 •     Wonder Camera
 •     Photo Wonder
 •     QQ Player
 •     We Meet
 •     Sweet Selfie
 •     Baidu Translate
 •     Vmate
 •     QQ International
 •     QQ Security Center
 •     QQ Launcher
 •     U Video
 •     V fly Status Video
 •     Mobile Legends
 •     DU Privacy

મહારાષ્ટ્રે MoU અટકાવ્યું, બિહારે ટેન્ડર રદ્દ કર્યું
આ અઠવાડિયે જ મહારાષ્ટ્ર સરકારે ચીનની કંપની સાથે થયેલા 5 હજાર 20 કરોડના MoU પર રોક લગાવી દીધી હતી. મહારાષ્ટ્ર સરકારે કેન્દ્રને અપીલ કરી હતી કે ચીનના બહિષ્કાર સાથે જોડાયેલા અભિયાન સંદર્ભમાં તે નીતિઓ સ્પષ્ટ કરે. આ MoU ચીનના હેંગલી ગ્રુપ, ગ્રેટ વોલ મોટર્સ અને પીએમઆઇ ઇલેક્ટ્રો મોબિલીટી સોલ્યુશન સાથે કરવામા આવ્યું હતું. બિહાર સરકારે પણ રવિવારે જાહેરાત કરી હતી કે પટનામાં જે પુલનું નિર્માણ થવાનું છે તેનું ટેન્ડર કેન્સલ કરવામા આવ્યું છે. રાજ્યના રોડ અને પરિવહન મંત્રી નંદકિશોર યાદવે તેની જાણકારી આપી હતી. ટેન્ડર જેમને મળ્યું તેમાં અમુક ચાઇનિઝ ભાગીદાર પણ હતા. તેથી ટેન્ડર રદ્દ કરવાનો નિર્ણય કરવામા આવ્યો હતો. CATEGORIES