બ્રેકીંગ ન્યૂઝ

જેસિકા લાલ મર્ડર / દોષી મનુ શર્મા 14 વર્ષની સજા ભોગવ્યા બાદ મુક્ત; દિલ્હીના LGએ રિવ્યૂ બોર્ડની ભલામણ બાદ નિર્ણય કર્યો, સારી વર્તણૂકનો આધાર લીધો

જેસિકા લાલ મર્ડર / દોષી મનુ શર્મા 14 વર્ષની સજા ભોગવ્યા બાદ મુક્ત; દિલ્હીના LGએ રિવ્યૂ બોર્ડની ભલામણ બાદ નિર્ણય કર્યો, સારી વર્તણૂકનો આધાર લીધો


  • 29 એપ્રિલ 1999ની રાત્રે દિલ્હીની ટેમરિન્ડ રેસ્તરાંમાં મોડલ જેસિકા લાલાની ગોળી મારીને હત્યા કરવામા આવી હતી
  • સેન્ટેન્સ રિવ્યૂ બોર્ડ પાસે જન્મટીપના કેસમાં 14 વર્ષની સજા પૂરી કર્યા બાદ તેનો રિવ્યૂ કરવાનો અધિકાર હોય છે

દિવ્ય ભાસ્કર

Jun 02, 2020, 06:16 PM IST

નવી દિલ્હી. 1999ના જેસિકા લાલ હત્યાકાંડ મામલામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા મનુ શર્માને છોડવાનો આદેશ કરવામા આવ્યો છે. દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે સેન્ટેન્સ રિવ્યૂ બોર્ડ (સજાની સમીક્ષા કરતું બોર્ડ)ની ભલામણ બાદ આ નિર્ણય લીધો હતો. ન્યૂઝ એજન્સી પ્રમાણે તિહાર જેલમાં મનુ 14 વર્ષની સજા ભોગવી ચૂક્યો છે. સોમવારે તેને મુક્ત કરવામા આવ્યો છે. જેલમાં તેની સારી વર્તણૂંક તેનું કારણ હોવાનું કહેવામા આવ્યું છે. 

દારૂ સર્વ કરવાની મનાઇ કરી તો ગોળી મારી
29 એપ્રિલ 1999ની રાતે દિલ્હીની ટેમરિન્ડ રેસ્તરાંમાં મોડલ જેસિકા લાલની ગોળી મારીને હત્યા કરવામા આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે દારૂ સર્વ કરવાનો ઇનકાર કરતા જેસિકા લાલની હત્યા કરવામા આવી હતી. આરોપ મનુ શર્મા પર લાગ્યો હતો. મનુ શર્મા હરિયાણાના કદ્દાવર નેતા વિનોદ શર્માનો દીકરો છે. ડિસેમ્બર 2006ના દિલ્હી હાઇકોર્ટે મનુ શર્માને આજીવન કેદની સજા સંભળાવી હતી. 

મનુ શા માટે બહાર આવશે
રિવ્યૂ કમિટીની ગત અઠવાડિયે આયોજિત બેઠકમાં જજ સહિત કુલ સાત સભ્યો સામેલ થયા. તિહાર જેલ , દિલ્હી પોલીસ અને જેસિકાના પરિવારજનો તરફથી કહેવામા આવ્યું કે મનુને જેલથી છોડવામા કોઇ વાંધો નથી. ત્યારબાદ જેલ તરફથી નામ રિવ્યૂ કમિટીને મોકલવામા આવ્યું હતું. અત્યારે મનુ કોરોના ખતરાને લીધે જેલથી બહાર છે. જેલ મહાનિદેશક સંદીપ ગોયલે જણાવ્યું કે 37 કેદીઓના નામ જેલથી છોડવા માટે કમિટી સામે રાખવામા આવ્યા હતા. 

14 વર્ષની સજા પછી રિવ્યૂ
સેન્ટેન્સ રિવ્યૂ બોર્ડને આજીવન કેદની સજાના મામલામાં 14 વર્ષની સજા પૂર્ણ થયા બાદ સજા રિવ્યૂ કરવાનો અધિકાર હોય છે. કેદીઓના નામ રિવ્યૂ બોર્ડને મોકલતા પહેલા દિલ્હી પોલીસ સિવાય પીડિત પક્ષ અને જેલ સુપ્રીટેન્ડન્ટની સલાહ લેવાની હોય છે. 

જેસિકાની બહેન સબરીનાએ પણ બે વર્ષ પહેલા માફ કરી દીધો હતો
જેસિકા લાલની બહેન સબરીનાએ પણ બે વર્ષ પહેલા મનુને માફ કરી દીધો હતો. એપ્રિલ 2018માં ન્યૂઝ એજન્સી  ANI સાથે વાતચીતમાં સબરીનાએ જણાવ્યું કે મેં તિહારના વેલફેર ઓફિસરને પત્ર લખ્યો હતો. જો મનુને છોડવામા આવશે તો તેમને કોઇ વાંધો નથી. સબરીને લખ્યું હતું- હું 1999થી લડી રહી છું. હું હવે વધુ ગુસ્સામાં જીવવા નથી માગતી. જો મનુ શર્માને છોડવામા આવશે તો કોઇ પરેશાની નથી. આપણે મગજને આરામ આપીને જીવનમાં આગળ વધવું જોઇએ. મને કહેવામા આવ્યું છે કે મનુએ જેલમાં સારુ કામ કર્યું છે અને સાથીઓની મદદ કરી છે. એ દર્શાવે છે કે તે બદલી ગયો છે. 

CATEGORIES
TAGS