બ્રેકીંગ ન્યૂઝ

ટ્રમ્પ સમર્થકની વંશવાદી નારાબાજી / રાષ્ટ્રપતિએ નારાબાજીનો વીડિયો ટ્વિટ કર્યો,પછી ડિલીટ કર્યો; ટ્રમ્પના પ્રવક્તાની સફાઈ-રાષ્ટ્રપતિએ‘વ્હાઈટ પાવર’નારા નહોતું સાંભળ્યું

ટ્રમ્પ સમર્થકની વંશવાદી નારાબાજી / રાષ્ટ્રપતિએ નારાબાજીનો વીડિયો ટ્વિટ કર્યો,પછી ડિલીટ કર્યો; ટ્રમ્પના પ્રવક્તાની સફાઈ-રાષ્ટ્રપતિએ‘વ્હાઈટ પાવર’નારા નહોતું સાંભળ્યું


  • સીનેટમાં માત્ર અશ્વેત રિપબ્લિકન ટિમ સ્કોટે CNNને કહ્યું- આ વીડિયો અપમાનજનક હતો
  • ટ્રમ્પના પ્રવક્તાએ કહ્યું- રાષ્ટ્રપતિએ વીડિયોમાં સમર્થકોનો ઉત્સાહ જોઈને ટ્વિટ કર્યો હતો

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 11:16 AM IST

વોશિંગ્ટન. અમેરિકા સહિત દુનિયાભરના ઘણા દેશમાં વંશવાદનો મુદ્દો ઉછળ્યો છે. અશ્વેત વ્યક્તિ જ્યોર્જ ફ્લોયડની પોલીસના હાથે હત્યા પછીથી જ અમેરિકાના ઘણા શહેરમાં દેખાવો થઈ રહ્યા છે.આ સાથે જ રવિવારે અમેરિકન રાષ્ટ્રપતિના સમર્થકોએ ફ્લોરિડામાં એક રેલી દરમિયાન વંશવાદી ભેદભાવની નારાબાજી કરી હતી. તેમણે ‘વ્હાઈટ પાવર’ના નારા પણ લગાવ્યા હતા. ખાસ વાત તો એ છે કે ટ્રમ્પે પણ આ વાતની ગંભીરતાને સમજ્યા વગર જ તેનો વીડિયો ટ્વિટ કરી દીધો.આટલું જ નહીં તેમણે વંશવાદી ભેદભાવના નારા લગાવનારા સમર્થકોનો આભાર પણ માન્યો હતો. જોકે પછી તેમણે આ ટ્વિટ ડિલીટ કરી દીધી હતી.

BBCના જણાવ્યા પ્રમાણે, વીડિયોમાં વિપક્ષી અને સમર્થક બન્ને જોવા મળી રહ્યા હતા. ટ્રમ્પે આ આરોપોનો ઈન્કાર કર્યો છે કે તે વંશવાદના તણાવને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.તેમના પ્રવક્તાએ કહ્યું કે, રાષ્ટ્રપતિએ ‘વ્હાઈટ પાવર’ટિપ્પણી નહોતી સાંભળી. પછીથી ટ્રમ્પે ટ્વિટને ડિલીટ કરી દીધી હતી.

પાર્ટીમાં જ વિરોધ
આ વીડિયો ફ્લોરિડાના ધ વિલેજેજમાં કરવામાં આવેલી રેલીનો છે. ટ્રમ્પે ટ્વિટમાં સમર્થકોનો ધન્યવાદ વ્યક્ત કરતા લખ્યું હતું કે, ધ વિલેજેજના મહાન લોકોનો આભાર. અમેરિકન સેનેટના એકમાત્ર અશ્વેત રિપબ્લિકન સાસંદ ટિમ સ્કોટે રવિવારે ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, આ વીડિયો અપમાનજનક હતો. તેમણે રાષ્ટ્રપતિને ટ્વિટ હટાવવા માટે કહ્યું હતું. વ્હાઈટ હાઉસના પ્રવક્તા જુડ ડીરેએ કહ્યું કે, રાષ્ટ્રપતિએ વીડિયોમાં નારાબાજીને નહોતી સાંભળી, તેમણે બસ તેમના સમર્થકોનો ઉત્સાહને જ જોયો હતો.

વ્હાઈટ સુપરમેસીનું સમર્થન નહીં કરેઃસ્વાસ્થ્ય મંત્રી
સ્વાસ્થ્ય મંત્રી એલેક્સ અજારે કહ્યું કે, રાષ્ટ્રપતિ, પ્રશાસન અને  હું વ્હાઈટ સુપરમેસી(ગોરાઓનું વર્ચસ્વ)નું સમર્થન નહીં કરીએ. તાજેતરમાં ફ્લોયડના મોત પછી થઈ રહેલા દેખાવ અંગે તેમણે ટ્વિટ કર્યું હતું કે, જ્યારે લૂંટફાટ શરૂ થાય છે તો શૂટિંગ પણ શરૂ થાય છે

CATEGORIES
TAGS