બ્રેકીંગ ન્યૂઝ

ટ્વિટર પર સુશાંતને ન્યાય અપાવવાની માગણી / ‘AmitShahDoJusticeForSSR’ હેશટેગ ટ્રેન્ડમાં, ચાહકોનો સવાલ- અવસાન પહેલાં વિકિપીડિયા કેવી રીતે અપડેટ થયું?

ટ્વિટર પર સુશાંતને ન્યાય અપાવવાની માગણી / ‘AmitShahDoJusticeForSSR’ હેશટેગ ટ્રેન્ડમાં, ચાહકોનો સવાલ- અવસાન પહેલાં વિકિપીડિયા કેવી રીતે અપડેટ થયું?


  • ટ્વિટર ટ્રેન્ડમાં AmitShahDoJusticeForSSR હેશટેગ ત્રીજા નંબર પર

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 06:42 PM IST

મુંબઈ. એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસનો વિરોધ અલગ-અલગ રીતે થઈ રહ્યો છે. એકબાજુ કેટલાંક લોકો કહી રહ્યાં છે કે નેપોટિઝ્મથી થાકીને સુશાંતે સુસાઈડ કર્યું હતું. તો કેટલાંક ચાહકો આક્ષેપ કરી રહ્યાં છે કે સુશાંતે સુસાઈડ કર્યું નથી. સુશાંતની હત્યા કરવામાં આવી છે. હવે, આ કેસની CBI તપાસની માગણી થવા લાગી છે. ઉલ્લેખનીય છે કે સુશાંતે 14 જૂનના રોજ મુંબઈ સ્થિત પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

શેખર સુમને પણ CBI તપાસની માગણી કરી હતી
એક્ટર શેખર સુમને પણ CBI તાપસની માગણી કરી હતી. સુશાંત સિંહ રાજપૂતના અવસાન પર શેખર સુમને ઓનલાઈન એક ફોરમ બનાવ્યું હતું અને તેમાં CBI તપાસની માગણી કરવામાં આવી હતી. તેઓ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે મુલાકાત પણ કરવાના છે. સામાન્ય લોકોએ ટ્વિટર પર સુશાંતને ન્યાય અપાવવા માટે ગૃહમંત્રી અમિત શાહને અપીલ કરી છે. ટ્વિટરમાં AmitShahDoJusticeForSSR હેશટેગ ત્રીજા નંબર પર ટ્રેન્ડ કરતું હતું. 

AmitShahDoJusticeForSSR ત્રણ કલાકથી આ હેશટેગ ટ્વિટર પર ટ્રેન્ડમાં

ટ્વિટર પર સુશાંતને ન્યાય અપાવવાની માગણી

લોકોનો સવાલ, અવસાન પહેલાં વિકિપીડિયા કેવી રીતે અપડેટ થયું?CATEGORIES