બ્રેકીંગ ન્યૂઝ

રંગભેદ સામે ક્રિકેટ જગત / વેસ્ટ ઇન્ડીઝની ટીમ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં બ્લેક લાઇવ્સ મેટર લોગો વાળી ટી-શર્ટ પહેરીને રમશે, ICCએ મંજૂરી આપી

રંગભેદ સામે ક્રિકેટ જગત / વેસ્ટ ઇન્ડીઝની ટીમ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં બ્લેક લાઇવ્સ મેટર લોગો વાળી ટી-શર્ટ પહેરીને રમશે, ICCએ મંજૂરી આપી


  • બ્લેક લાઇવ્સ મેટરનો લોગો ટી-શર્ટના કોલર પર લગાવવામાં આવશે
  • આ પ્રકારની ટી-શર્ટ ફૂટબોલ ટૂર્નામેન્ટ ઇંગ્લિશ પ્રીમિયર લીગની મેચોમાં તમામ 20 ટીમોના ખેલાડીઓએ પહેરી હતી

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 07:54 PM IST

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે 3 ટેસ્ટની સીરિઝમાં બ્લેક લાઇવ્સ મેટર લોગો વાળી ટી-શર્ટ પહેરીને રમશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા પણ તેને મંજૂરી આપવામાં આવી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કોરોનાવાયરસ વચ્ચે લગભગ 3 મહિના પછી આ સીરિઝથી પુનરાગમન કરી રહ્યું છે. પ્રથમ ટેસ્ટ 8 જુલાઈના રોજ ઇંગ્લેન્ડના સાઉથહેમ્પટનમાં રમાશે.

તાજેતરમાં અમેરિકામાં અશ્વેત જ્યોર્જ ફ્લોયડનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. તે બાદ વિશ્વભરમાં રંગભેદ સામેના વિરોધ પ્રદર્શન શરૂ થયાં હતાં. આ પછી, ફૂટબોલ અને ક્રિકેટ સિવાય, બધા રમતગમતના ખેલાડીઓએ બ્લેક લાઇવ્સ મેટર આંદોલનને ટેકો આપ્યો. ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડર, ડેરેન સેમી, ક્રિસ ગેલ અને ડ્વેન બ્રાવોએ તેની સામે અવાજ ઉઠાવ્યો હતો. ICCએ પણ તેમને સમર્થન આપ્યું છે.

ક્રિકેટ ઇતિહાસમાં  મોટું પરિવર્તન
જેસન હોલ્ડર તેને મોટો ફેરફાર કહે છે. તેણે ક્રિકેટ વેબસાઇટ ક્રિકઇન્ફોને કહ્યું કે, “અમારું માનવું છે કે આ મજબૂત લોકો સામે અવાજ ઉઠાવવો એ અમારી ફરજ છે. દરેકે જાગૃતિ માટે મદદ કરવી જોઈએ. રમતગમત, ક્રિકેટ અને વેસ્ટ ઇન્ડીઝની ટીમના ઇતિહાસમાં આ એક મોટું પરિવર્તન છે. અમે અહીં ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ રમવા આવ્યા છીએ, પરંતુ વિશ્વમાં ચાલી રહેલી સમાનતા અને ન્યાયની લડતમાં પણ સમર્થન આપી રહ્યા છીએ. ‘

અલીશાએ લોગો ડિઝાઇન કર્યો
બ્લેક લાઇવ્સ મેટરનો લોગો ગ્રાફિક્સ ડિઝાઇનર અલીશા હોસના દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પ્રકારના લોગોનો જ ફૂટબોલ ટૂર્નામેન્ટ ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં ઉપયોગ થયો હતો. લીગની તમામ 20 ટીમોના ખેલાડીઓ લોગો ધરાવતા ટી-શર્ટ પહેરીને મેચ રમ્યા હતા.

દરેક સીરિઝ પહેલા એન્ટી-રેસિઝ્મ અભિયાન ચલાવવામાં આવે
હોલ્ડરે કહ્યું કે જાતિવાદને પણ ક્રિકેટમાં ડોપિંગ અને મેચ ફિક્સિંગની જેમ ગંભીરતાથી લેવામાં આવું જોઈએ. તેણે કહ્યું કે, ટીમોએ એન્ટિ-ડોપિંગ અને એન્ટી-કરપ્શનની સાથે એન્ટી-રેસિઝ્મ માટે સેમિનારની શરૂઆત કરવી જોઈએ. તેણે કહ્યું, “મેં કોઈ જાતિવાદી ભેદભાવનો અનુભવ કર્યો નથી, પરંતુ મેં મારી આસપાસ તે સાંભળ્યું કે જોયું છે.”

હોલ્ડરે કહ્યું, “મને નથી લાગતું કે જાતિવાદ કોઈ પણ રીતે ડોપિંગ અથવા ભ્રષ્ટાચારથી અલગ છે.” આ માટે અલગ દંડ લગાવવામાં આવો જોઇએ. જો આપણે આ બાબતો રમતની અંદર પણ જોઈ હોય, તો આપણે તેમની સાથે સમાન રીતે વ્યવહાર કરવો જોઈએ.”

પ્લેયર પર આજીવન પ્રતિબંધ લાગી શકે છે
ICCની ગવર્નિંગ બોડીના એન્ટી રેસિઝ્મ કોડ હેઠળ, જો કોઈ ખેલાડી ત્રીજી વખત દોષી સાબિત થાય છે, તો તેને આજીવન પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે. પ્રથમ વખત, ભૂલ પર 4 ટેસ્ટ અથવા 8 મેચ રમવા પર પ્રતિબંધ છે.

સરફરાઝ પર 4 મેચનો પ્રતિબંધ લાગ્યો હતો
ગયા વર્ષે પાકિસ્તાનની ટીમના કેપ્ટન સરફરાઝ અહેમદે દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર એંડિલ ફેલુકવાયો પર જાતિવાદી ટિપ્પણી કરી હતી. આ પછી સરફરાઝને 4 મેચના પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.

CATEGORIES