બ્રેકીંગ ન્યૂઝ

રાહત / સરકારે PPE કિટની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો, દર મહીને 50 લાખ કિટ એક્સપોર્ટ કરી શકાશે

રાહત / સરકારે PPE કિટની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો, દર મહીને 50 લાખ કિટ એક્સપોર્ટ કરી શકાશે


  • દેશમાં અત્યારે જરૂર કરતાં વધુ PPE કિટ્સનું ઉત્પાદન થઇ રહ્યું છે

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 06:24 PM IST

નવી દિલ્હી. કેન્દ્ર સરકારે પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ (PPE) કિટ્સની નિકાસને મંજૂરી આપી દીધી છે. આનાથી PPE કિટ ઉત્પાદકોને મોટી રાહત મળી છે. આ સંદર્ભે, ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે સોમવારે એક જાહેરનામું બહાર પાડ્યું છે. સ્થાનિક બજારમાં PPE કિટની પૂરતી ઉપલબ્ધતાને જોતાં સરકારે નિકાસને મંજૂરી આપી છે.

મર્યાદિત સંખ્યામાં નિકાસને મંજુરી
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, સરકારે કોવિડ-19માં વપરાતા તમામ પ્રકારના PPE કવરઓલની મર્યાદિત નિકાસને મંજૂરી આપી છે. સૂચના મુજબ, 1 મહિનામાં 50 લાખ PPE સુટ/ મેડિકલ કવરઓલની નિકાસ થઈ શકે છે. જોકે, ઉત્પાદકોને નિકાસ માટેનું લાઇસન્સ લેવું પડશે.

વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ખુશી વ્યક્ત કરી હતી
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કેન્દ્ર સરકારના આ નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરી છે. ગોયલે ટ્વીટ કર્યું હતું કે સરકારના આ પગલાથી મેક ઇન ઇન્ડિયા અભિયાનને વેગ મળશે. આ ઉપરાંત ભારતની નિકાસને પણ વેગ મળશે.

દેશમાં દરરોજ 8 લાખ PPE કિટ્સ બને છે
ઇન્ડિયન એપરલ એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીઝની સંસ્થા એપરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (AEPC)ના જણાવ્યા અનુસાર દેશમાં દરરોજ 8 લાખ PPE કિટ્સનું ઉત્પાદન થઇ રહ્યું છે. કાઉન્સિલે કહ્યું હતું કે દેશમાં વપરાશ કરતા PPE કિટ્સ વધુ બનાવવામાં આવી રહી છે.

એપરલ ઉદ્યોગને રિવાઈવ કરવામાં મદદ કરશે
AEPCના અધ્યક્ષ એ શક્તિવેલે સરકારના નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરી કહ્યું કે, આનાથી એપરલ ઉદ્યોગને રિવાઈવ કરવામાં મદદ કરશે. શક્તિવેલે PPE કિટ્સના અન્ય ઉત્પાદનો અને N95 માસ્કની નિકાસને મંજૂરી આપવાની પણ માગ કરી હતી.CATEGORIES
TAGS