બ્રેકીંગ ન્યૂઝ

લોકડાઉન ફન / સલમાન અને જેક્લીને લોકડાઉનમાં ખાલી સમયમાં સાઇકલ ફેરવી, પનવેલ ફાર્મહાઉસ નજીક સાઇકલ ફેરવી

લોકડાઉન ફન / સલમાન અને જેક્લીને લોકડાઉનમાં ખાલી સમયમાં સાઇકલ ફેરવી, પનવેલ ફાર્મહાઉસ નજીક સાઇકલ ફેરવી


દિવ્ય ભાસ્કર

Jun 02, 2020, 08:03 PM IST

સલમાન ખાન જેક્લીન ફર્નાન્ડીઝ અને અન્ય એક્ટ્રેસ સાથે લોકડાઉનની શરૂઆત થઇ તે પહેલાંથી જ પનવેલના ફાર્મહાઉસમાં છે. તેઓ ફાર્મહાઉસમાં ઘોડા સાથે મજા કરીને, પેન્ટિંગ કરીને, સોન્ગ શૂટ કરીને વગેરેમાં સમય ફાળવતા હતા. હવે સલમાન અને જેક્લીન સાઇકલ પણ ફેરવી રહ્યા છે. ફાર્મહાઉસના નજીકના વિસ્તારમાં બંનેએ સાઇકલ ફેરવી હતી.

બંને સાઇકલ ફેરવતા હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. સલમાનના ફેનપેજ પર આ વીડિયો શેર કરવામાં આવ્યા હતા. સલમાન અને જેક્લીન બે મહિનાથી વધુ સમયથી ફાર્મહાઉસ પર જ છે.

ફાર્મહાઉસ પર રહીને સલમાને તેની યુ ટ્યુન ચેનલ પર 3 સોન્ગ પણ રિલીઝ કરી દીધા છે. તેરે બિના સોન્ગમાં સલમાન અને જેક્લીન સાથે છે જેનું શૂટિંગ તેમણે ફાર્મહાઉસ પર જ કર્યું છે. આ બધા સોન્ગ સલમાને જ ગાયા છે.CATEGORIES
TAGS