બ્રેકીંગ ન્યૂઝ

વંદે ભારત મિશન / વિદેશથી ભારતીયોને પરત લાવવાનો બીજો તબક્કો 16 મેથી શરૂ થશે, 7 દિવસમાં 31 દેશોથી 149 ફ્લાઇટ્સ આવશે

વંદે ભારત મિશન / વિદેશથી ભારતીયોને પરત લાવવાનો બીજો તબક્કો 16 મેથી શરૂ થશે, 7 દિવસમાં 31 દેશોથી 149 ફ્લાઇટ્સ આવશે


  • આજે પ્રથમ તબક્કાના છઠ્ઠા દિવસે 9 દેશોના 12 વિમાનમાં ભારતીયો પરત ફરશે
  • મિશનના પ્રથમ તબક્કામાં 15 મે સુધીમાં 14,800 લોકોને લાવવાની યોજના છે

દિવ્ય ભાસ્કર

May 12, 2020, 07:00 PM IST

નવી દિલ્હી. કોરોનાને કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોના દેશને પરત લાવવાના મિશન વંદે ભારતનો બીજો તબક્કો 16 મેથી શરૂ થશે. આ તબક્કો સાત દિવસ એટલે કે 22 મે સુધી ચાલશે. આ સમય દરમિયાન, 31 દેશોમાંથી 149 ફ્લાઇટ્સ આવશે. મહત્તમ 13 ફ્લાઇટ્સ અમેરિકાથી આવશે. સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલેથી આ માહિતી આપી છે. વંદે ભારત મિશનના પ્રથમ તબક્કાની શરૂઆત 7 મેએ થઈ હતી.

બીજા તબક્કામાંથી કયા દેશોમાંથી ભારતીયોને લવાશે?
અમેરિકા, યુએઈ, કેનેડા, સાઉદી અરેબિયા, યુકે, મલેશિયા, ઓમાન, કઝાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, યુક્રેન, કતાર, ઇન્ડોનેશિયા, રશિયા, ફિલિપાઇન્સ, ફ્રાંસ, સિંગાપોર, આયર્લેન્ડ, કિર્ગીસ્તાન, કુવૈત, જાપાન, જ્યોર્જિયા, જર્મની, તઝાકિસ્તાન, બહેરિન, આર્મેનિયા , થાઇલેન્ડ, ઇટાલી, નેપાળ, બેલારુસ, નાઇજીરીયા, બાંગ્લાદેશ.

આ 5 દેશોમાંથી સૌથી વધુ ફ્લાઇટ્સ આવશે

અમેરિકા 13
યુએઈ 11
કેનેડા 10
સાઉદી અરબ 9
બ્રિટન 9

આજે પ્રથમ તબક્કાનો છઠ્ઠો દિવસ છે. આજે 9 દેશોમાંથી 12 વિમાન મારફત ભારતીયો પરત ફરશે. આ ફ્લાઇટ્સના લેન્ડિંગનો સમય અને કઈ ફ્લાઇટમાં કેટલા લોકો આવશે, તે હજુ સુધી જાણી શકાયું નથી. અગાઉ, મિશનના પાંચમા દિવસે 8 ફ્લાઇટ્સમાંથી 1,667 લોકો પરત ફર્યા હતા.

આજે આ 12 ફ્લાઇટ્સ આવશે
1. મનીલાથી અમદાવાદ
2. લંડન થી હૈદરાબાદ
3. નેવાર્કથી મુંબઇ-અમદાવાદ
4. ચેન્નઈથી મસ્કત
5. દુબઈથી કન્નુર
6. દુબઇથી મેંગલોર
7. સિંગાપોરથી બેંગલુરુ-કોચી
8. સિંગાપોરથી દિલ્હી
9. ઢાકાથી શ્રીનગર
10. દમ્મામથી કોચી
11. કુઆલાલંપુરથી દિલ્હી
12. મનિલાથી દિલ્હી

પાંચમા દિવસે કઈ ફ્લાઇટમાંથી કેટલા લોકો આવ્યા?

ફ્લાઈટ્સ કેટલા લોકો આવ્યા
સાન ફ્રાન્સિસ્કો-મુંબઇ 225
લંડન-દિલ્હી 326
મનીલા-મુંબઇ 150
દુબઇ-કોચી 178
કુઆલાલંપુર-ચેન્નાઈ 180
લંડન-દિલ્હી 331
અબુધાબી-હૈદરાબાદ 170
ઢાકા-મુંબઇ 107

પ્રથમ 5 દિવસમાં 6,000 લોકો પાછા ફર્યા
વંદે ભારત મિશનના પ્રથમ તબક્કા માટે એર ઇન્ડિયા ગ્રુપના વિમાનોને તૈનાત કરવામાં આવ્યા છે. 14 મે સુધીમાં 12 દેશોમાંથી 14,800 ભારતીયોને લાવવાની યોજના છે. 11 મે સુધી 31 વિમાનથી 6000 લોકો પાછા ફર્યા છે.

ફ્લાઇટ ભાડા મુસાફરોએ ચૂકવવા પડે છે
વંદ ભારત મિશન અંતર્ગત ભારત પરત આવતા લોકો ફ્લાઇટ અને ક્વોરેન્ટાઇનની કિંમત જાતે ભોગવી રહ્યા છે. આ મિશનમાં વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ, વિદ્યાર્થીઓ, માંદા અથવા મરણ પામેલા અથવા ઘરે ગંભીર રીતે બીમાર રહેનારાઓને અગ્રતા આપવામાં આવી રહી છે.CATEGORIES
TAGS