બ્રેકીંગ ન્યૂઝ

સુશાંતના બેંક સ્ટેટમેન્ટમાં ખુલાસો / રિયા ચક્રવર્તીએ પાંચ વાર પૂજા-પાઠના નામ પર પૈસા કાઢ્યાં હતાં, પરિવારનો દાવો- આ પૈસાથી સુશાંત પર કાળો જાદુ કરવામાં આવ્યો

સુશાંતના બેંક સ્ટેટમેન્ટમાં ખુલાસો / રિયા ચક્રવર્તીએ પાંચ વાર પૂજા-પાઠના નામ પર પૈસા કાઢ્યાં હતાં, પરિવારનો દાવો- આ પૈસાથી સુશાંત પર કાળો જાદુ કરવામાં આવ્યો


 • સુશાંતના બેંક સ્ટેટમેન્ટ પ્રમાણે, 90 દિવસની અંદર બેલેન્સ 4.64 કરોડથી ઘટીને 1.4 કરોડ થઈ ગયું હતું
 • મોટાભાગના પૈસા રિયાના ચક્રવર્તીના મેકઅપ, શોપિંગ તથા તેના ભાઈ પર ખર્ચ કરવામાં આવ્યા હતા

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 07:40 PM IST

મુંબઈ. સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. એક રિપોર્ટ પર વિશ્વાસ કરીએ તો કોટક મહિન્દ્રા બેંકમાંથી સુશાંતના અકાઉન્ટની માહિતી સામે આવી છે. આ માહિતી પ્રમાણે, પાંચ વાર પૂજા-પાઠ તથા પંડિતના નામ પર પૈસા કાઢવામાં આવ્યા હતા. સુશાંતના પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે કે રિયાએ આ પૈસાથી સુશાંત પર કાળો જાદુ કર્યો હતો.

આજ તકના રિપોર્ટ પ્રમાણે, કોટક મહિન્દ્રા બેંકમાંથી સુશાંતના ખાતાના જે પેપર સામે આવ્યા છે તે પ્રમાણે, 2019માં 14, 22 જુલાઈ તથા 2, 8 તથા 15 ઓગસ્ટના રોજ પૂજા-પાઠના નામે પૈસા લેવામાં આવ્યા હતા. 15 ઓગસ્ટ પછી એક પણ વાર પૂજા સામ્રગીના નામ પર પૈસા કાઢવામાં આવ્યા નહોતા.

તારીખ અકાઉન્ટમાંથી કેટલા પૈસા લીધા?
14 જુલાઈ, 2019 45 હજાર રૂ. (પૂજા સામગ્રી માટે)
22 જુલાઈ, 2019 55 હજાર રૂ., 36 હજાર રૂ. (પૂજા સામગ્રી માટે)
2 ઓગસ્ટ, 2019 86 હજાર રૂ. (પૂજા સામગ્રી માટે)
8 ઓગસ્ટ, 2019 11 હજાર રૂ. (પંડિતને દક્ષિણા આપવા માટે)
15 ઓગસ્ટ, 2019 60 હજાર રૂ. (પૂજા સામગ્રી માટે)

90 દિવસમાં 3.24 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન
આ રિપોર્ટ પ્રમાણે, સુશાંતના બેંક ખાતામાં 4.64 કરોડ રૂપિયાનું બેલેન્સ હતું. માત્ર 90 દિવસમાં 3.24 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. 90 દિવસ બાદ બેલેન્સ માત્ર 1.4 કરોડ રૂપિયા રહ્યું હતું. સુશાંતના અકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર થયા હતા અથવા તો પૈસા કાઢવામાં આવ્યા હતા. મોટાભાગના પૈસા રિયા અથવા તેના પરિવાર પાછળ ખર્ચ થયા હતા.

કેટલાંક ખર્ચાઓની વિગતો

 • 14 ઓક્ટોબર, 2019ના રોજ બેલેન્સ 4.64 કરોડ રૂ.
 • 14 ઓક્ટોબર, 2019ના રોજ રિયાના ભાઈ શોવિકના અકાઉન્ટમાં 81,901 રૂ. ટ્રાન્સફર થયા
 • 15 ઓક્ટોબર, 2019ના રોજ 4.7 લાખ રૂ. રિયાના ભાઈ શોવિકના હોટલ ખર્ચ પાછળ ખર્ચ્યા
 • 15 ઓક્ટોબર, 2019ના દિવસે 4.3 લાખ રૂપિયા દિલ્હીની હોટલ તાજમાં રહેવા માટે ખર્ચ થયા
 • 16 ઓક્ટોબર, 2019ના રોજ રિયા તથા શોવિકની દિલ્હીની ફ્લાઈટ ટિકિટ માટે 76 હજાર રૂ. ખર્ચ થયા
 • ત્યારબાદ થોડાં થોડાં દિવસના અંતરે અલગ-અલગ રીતે લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું
 • 14 નવેમ્બર, 2019ના રોજ રિયાના નામ પર દોઢ લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું
 • 20-21 નવેમ્બર, 2019ના રોજ રિયાના મેક-અપ તથા શોપિંગ પાછળ 75 હજાર રૂ. ખર્ચ થયા
 • 24 નવેમ્બર, 2019ના દિવસે રિયાના શોપિંગ પર 22,220 રૂ. ખર્ચ થયા
 • 25 નવેમ્બરે આ જ ખાતામાંથી રિયાના ભાઈની ટ્યૂશન ફી ચૂકવવામાં આવી હતી

બેંક અકાઉન્ટની ડિટેલ પ્રમાણે, નિયમિત રીતે સુશાંતના ખાતામાંથી અનેક ટ્રાન્ઝેક્શન થયા હતા. આ ટ્રાન્ઝેક્શન રિયા તથા તેના પરિવારના સભ્યોના નામે હતા. રોકડ રકમ પણ ઉપાડવામાં આવી હતી પરંતુ આ રકમ શેની પાછળ ખર્ચ કરવામાં આવી તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. ખાતામાંથી સુશાંતના અંગત ખર્ચા તથા ટેક્સની ચુકવણી પણ કરવામાં આવી હતી. 1.5 કરોડથી વધુ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન GST ચૂકવવા પાછળ થયું હતું.

પરિવારની માગણી, પોલીસ ટ્રાન્ઝેક્શનની તપાસ કરે
સુશાંતના પરિવારે દાવો કર્યો છે કે એક્ટરના ખાતામાંથી 15 કરોડ રૂપિયાની લેવડદેવડ રિયા તથા તેના નિકટના લોકો માટે થઈ હતી. વકીલ વિકાસ સિંહે કહ્યું હતું કે પોલીસે સુશાંતના નાણાકીય ટ્રાન્ઝેક્શનની તપાસ કરવી જોઈએ. રિયાએ પૂરી રીતે સુશાંતને પોતાના વશમાં કરી લીધો હતો. રિયા, સુશાંતના જ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી હતી. જોકે, રિયાએ આ દાવાને ખોટા ગણાવ્યા છે અને કહ્યું હતું કે તે અને સુશાંત લિવ-ઈનમાં રહેતાં હતાં.

સુશાંતના CAએનો દાવો, એક્ટરના અકાઉન્ટમાં 15 કરોડ રૂ. નહોતા
સુશાંત સિંહ રાજપૂતના CA રહી ચૂકેલા સંદીપ શ્રીધરે કહ્યું હતું કે પરિવાર જે રકમનો દાવો કરે છે તેટલી રકમ ક્યારેય સુશાંતના અકાઉન્ટમાં નહોતી. સુશાંત સામાન્ય રીતે શોપિંગ, ભાડું તથા પ્રવાસ પાછળ પૈસા ખર્ચ કરતો હતો. જે રકમનો દાવો કરવામાં આવ્યો છે તેટલી તો સુશાંતની આવક પણ નહોતી. ગયા વર્ષથી તેની કમાણી ઓછી થઈ ગઈ હતી. જોકે, રિપોર્ટ પ્રમાણે, વર્ષ પહેલાં રિયાના ભાઈ શોવિકે જ સંદીપ શ્રીધરને સુશાંતના ત્યાં અપોઈન્ટ કરાવ્યો હતો.

EDએ તપાસ શરૂ કરી
EDએ 31 જુલાઈના રોજ રિયા ચક્રવર્તી વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસ દાખલ કર્યો છે. આવતા અઠવાડિયે રિયાને સમન્સ મોકલાય તેવી શક્યતા છે.

શું છે રિયાના પિતાનો આક્ષેપ?
સુશાંતના પિતા કેકે સિંહે 25 જુલાઈએ પટનામાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ તેના દીકરાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આક્ષેપ મૂકીને પોલીસ ફરિયાદ કરી છે. રિયા, તેનો ભાવિ શોવિક, પિતા ઇન્દ્રજીત, માતા સંધ્યા અને બે મેનેજર સૌમિલ ચક્રવર્તી અને શ્રુતિ મોદી વિરુદ્ધ ગંભીર આક્ષેપો મૂક્યા છે. તેમના વિરુદ્ધ IPCની કલમ 341 અને 342 (ખોટી રીતે રોકવા અથવા બંધક બનાવવા), 380 (ચોરી), 406 (ભરોસો તોડવો), 420 (છેતરપિંડી) અને 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવા) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સુશાંતના પરિવારે રિયા પર સુશાંતના અકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા લેવાનો આક્ષેપ મૂક્યો છે.

CATEGORIES
TAGS